|
View Original |
|
દિલમાં જાગશે આવી રે પીડા એની મને ખબર ના હતી
જો ખબર હોત તો ભક્તિ મેં માગી ના હોત
નજરે નજર વધારે બેચેની, દિલમાં પીડા જુદાઈની જાગશે
વધશે શ્વાસેશ્વાસની ગતિ, તાલાવેલી દર્શનની જાગશે
નીંદર ખોવાશે ને ઉજાગરા મળશે, આંખની અશ્રુધારા વહાવશે
ખાવું-પીવું ભૂલાશે, પ્યાસ દર્શનની નયનોમાં વધતી જાશે
દુનિયાની બેધારી તલવારો ચાલશે, હૈયું વીંધાતું એમાં જાશે
વ્યવહાર ભૂલાશે, પ્રભુ યાદ આવશે, અંતર ના જીરવાશે
પ્રેમની અનોખી રમત રમાશે, જીવન એમાં ભીંજાતું જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)