|
View Original |
|
કોઈ જગમાં એવું તો આવશે (2)
ઊંડી ગર્ભમાં ડૂબેલી આ માનવજાતને, બહાર એમાંથી એ કાઢશે
માનવ સંબંધોમાંથી ઠરી ગયેલી ઉષ્માને, નવચેતના તો એ આપશે
માનવતાને તો જગમાં એ, ઉચ્ચ શિખરે તો એ સ્થાપશે
શબ્દોના અવમૂલ્યનને જગમાં, યોગ્ય મૂલ્ય તો એ કરાવશે
માનવકંઠમાં પ્રભુના નિત્ય ગુણગાન તો એ ગવરાવશે
દુઃખથી પીડાતી આ માનવજાતને, મુક્ત એમાંથી તો એ કરાવશે
વેર વરસાવતા તો એ નયનોમાં પ્રેમના અંજન તો એ આંજશે
ધર્મમંથનના મોતીની માળા, જગના સહુને તો એ પહેરાવશે
એના પગની ચરણરજ તો, જગના અણુએ અણુને અજવાળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)